Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $73ને પાર, સોના-ચાંદીમાં પોઝિટીવ ટ્રેન્ડ યથાવત્

સોનામાં હજી COMEX પર 3000ના સ્તર જળવાઈ રહ્યા છે, તો સ્થાનિક બજારમાં 87,493ના સ્તરની પાસે શરૂઆતી કારોબાર હતો, જોકે ડૉલર ઇન્ડેક્સની વોલેટાલિટીની અસર કિંમતો પર દેખાઈ છે, ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફમાં આંશિક રાહત આપવાના સંકેતોથી સોનામાં તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Mar 25, 2025 પર 12:04 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $73ને પાર, સોના-ચાંદીમાં પોઝિટીવ ટ્રેન્ડ યથાવત્કોમોડિટી લાઇવ: ક્રૂડમાં ઉછાળો, બ્રેન્ટ $73ને પાર, સોના-ચાંદીમાં પોઝિટીવ ટ્રેન્ડ યથાવત્
ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવતા કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી, જ્યાં બ્રેન્ટના ભાવ 73 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 69 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 5 પૈસા મજબૂત થઈ 85.64 પ્રતિ ડૉલરની સામે 86.59 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 4 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યો હતો અને રૂપિયાની આ તેજી આગળ વધતી દેખાઈ રહી છે.

ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવતા કિંમતો 3 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી, જ્યાં બ્રેન્ટના ભાવ 73 ડૉલરને પાર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 69 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે... હવે બજારની નજર OPEC+ની બેઠક પર બનેલી છે, પણ ક્રૂડમાં આટલી તેજી પાછળના ક્યાં કારણો છે જાણીએ.

ક્રૂડ ઓઇલમાં ઉછાળો

ક્રૂડ ઓઇલ 3 સપ્તાહના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું. બ્રેન્ટનો ભાવ $73ને પાર રહ્યો. WTI પણ $69 થી ઉપર ટ્રેડ થયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો