Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં રેન્જબાઉન્ડ કારોબાર, સોના-ચાંદીમાં દબાણ આગળ વધ્યું

સોનામાં વેચવાલી આગળ વધતા, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 3950 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં આશરે 1 ટકાથી વધુના ઘટાડા સાથે 1 લાખ 19 હજારના સ્તરની પાસે કારોબાર પહોંચતો દેખાયો, ડિસેમ્બરમાં વ્યાજ દરમાં કાપને લઈ અનિશ્ચિતતાના કારણે અહીં વેચવાલી વધતી જોવા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ Oct 30, 2025 પર 12:41 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં રેન્જબાઉન્ડ કારોબાર, સોના-ચાંદીમાં દબાણ આગળ વધ્યુંકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં રેન્જબાઉન્ડ કારોબાર, સોના-ચાંદીમાં દબાણ આગળ વધ્યું
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની વેચવાલી સાથે 336ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 21 પૈસા નબળો થઈ 88.20 પ્રતિ ડૉલરની સામે 88.41 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં US ફેડના વ્યાજ દર પર નિર્ણય બાદ ડૉલર ઇન્ડેક્સ 99ના સ્તરે સ્થિર રહતા અને ક્રૂડ ઓઈલમાં રિકવરી આવતા રૂપિયા પર દબાણ જોવા મળ્યું.

શું બોલ્યા જેરોમ પૉવેલ?

ડિસેમ્બરમાં વધુએક રેટ કટ હમણા નક્કી નહીં. વસ્તુઓની કિંમતો વધવાથી મોંઘવારીમાં વધારો. મોંઘવારીને લઈ હજૂપણ ચિંતા યથાવત્ છે. ટ્રમ્પ ટેરિફના કારણે મોંઘવારી દરમાં વધારો. ઇકોનોમિક આઉટલૂકને લઈ અનિશ્ચિતતા છે. હમણાના મહિનામાં લેબર માર્કેટના પડકારો વધ્યા.

ક્રૂડ ઓઈલમાં વોલેટાલિટી યથાવત્, બ્રેન્ટના ભાવ 64 ડૉલરની ઉપર આવ્યા, nymex ક્રૂડમાં પણ નીચલા સ્તરેથી આવી ખરીદદારી, US-ચાઈના ટ્રેડ ડીલ પર બજારની નજર છે, અને 2 નવેમ્બરે OPEC+ની બેઠક પર ફોકસ છે, જ્યાં ઉત્પાદન વધારવા પર ચર્ચા થઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો