Get App

કમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $85ની નીચે, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કામકાજ

કમોડિટી લાઇવ: બેઝ મેટલ્સમાં રહી વોલેટાલિટી, ચાઈના દ્વારા વ્યાજ દરમાં કાપથી માર્કેટ નિરાશ, પણ ઘટતી ઇન્વેન્ટરી અને ડૉલર ઇન્ડેક્સમાં દબાણથી કિંમતોને મળી રહ્યો છે સપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Aug 22, 2023 પર 11:36 AM
કમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $85ની નીચે, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કામકાજકમોડિટી લાઇવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $85ની નીચે, સોના-ચાંદીમાં રેન્જબાઉન્ડ કામકાજ
કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર, COMEX પર સોનું 5 મહિનાના નીચલા સ્તરની પાસે, ચાંદીમાં પણ ઘટાડો, US ટ્રેઝરી યીલ્ડ વધતા ચમક ઘટી.

સોનામાં આશરે 5 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, US ટ્રેઝરી યીલ્ડમાં ઉછાળો આવતા સોનાની કિંમતો પર દબાણ બન્યું, જ્યાં COMEX પર ભાવ 1900 ડૉલરના સ્તરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 58,517ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગ્લોબલ ETF ડિમાન્ડ નબળી પડતા પણ સોનાની કિંમતો પર અસર દેખાઈ રહી છે.

સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ દેખાઈ રહી છે, જ્યાં વૈશ્વિક અને સ્થાનિક બન્ને બજારોમાં નરમાશ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

ઓછી ઇન્વેન્ટરી અને ડૉલરમાં નરમાશના કારણે LME પર કોપરમાં રિકવરી જોવા મળી, તો સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો આજે પણ જોવા મળ્યા, ઉલ્લેખનિય છે કે ચાઈના દ્વારા વ્યાજ દરમાં કાપથી માર્કેટ હાલ નિરાશ દેખાઈ રહ્યું છે, જેની અસર પણ મેટલ્સની કિંમતો પર દેખાઈ રહી છે. પણ સાથે ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીનો સપોર્ટ પણ મળી રહ્યો છે.

ચાઈના દ્વારા વ્યાજ દરમા કાપથી માર્કેટ નિરાશ. ચાઈનાએ 1 વર્ષના પ્રાઈમ લોન દરમાં 10bpsનો કાપ કર્યો. બજારને 1 વર્ષના પ્રાઈમ લોન દરમાં 15 bpsના કાપની અપેક્ષા હતી. નબળો ચાઈનીઝ ઇમ્પોર્ટ અને રીયલ એસ્ટેટ સેક્ટરની ઘટતી માગની અસર છે. કોપરની ઇન્વેન્ટરી 12 જુલાઈ બાદથી 76% વધારે છે. છેલ્લા એક મહિનામાં ઝિંકની ઇન્વેન્ટરીમાં 50%નો વધારો નોંધાયો. ફેબ્રુઆરી 2022 બાદથી ઝિંકની ઇન્વેન્ટરી સૌથી ઉપલા સ્તરે રહી. ઝિંકની કિંમતો 2023ના ઉપલા સ્તરેથી 24% ઘટી. મે મહિનામાં ઝિંકની કિંમતોએ આશરે 3 વર્ષના લો બનાવ્યા હતા. YoY ધોરણે ઝિંકનું ગ્લોબલ રિફાઇન્ડ ઉત્પાદન 2.3% વધુ છે. છેલ્લા એક સપ્તાહમાં ઝિંકની કિંમતો 1% ઘટી. ઓગસ્ટમાં હાલ સુધી ઝિંકની કિંમતોમાં 4%નો ઘટાડો જોવા મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો