Get App

કોમોડિટી લાઇવ: સેફ હેવન બાઈંગના સપોર્ટથી સોના-ચાંદીમાં તેજી, ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકાથી વધુના ઘટાડા સાથે 281ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Feb 05, 2025 પર 1:09 PM
કોમોડિટી લાઇવ: સેફ હેવન બાઈંગના સપોર્ટથી સોના-ચાંદીમાં તેજી, ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબારકોમોડિટી લાઇવ: સેફ હેવન બાઈંગના સપોર્ટથી સોના-ચાંદીમાં તેજી, ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર
સ્થાનિક બજારમાં 95,510ના સ્તરની પાસે કામકાજ નોંધાયું હતું, મજબૂત ઇન્ડસ્ટ્રીયલ અને રિટેલ ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ મળતો દેખાયો.

વૈશ્વિક બજારમાં સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો, જ્યાં કિંમતો 2853 ડૉલરના સ્તરની ઉપર પહોંચતી જોવા મળી, તો સ્થાનિક બજારમાં પા ટકાથી વધુની તેજી સાથે 83,877ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. US-ચાઈના વચ્ચે ટ્રેડ વૉર શરૂ થતા સોનાને સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળી રહ્યો છે.

ચાંદીમાં પણ ઉછાળો આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 32 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 95,510ના સ્તરની પાસે કામકાજ નોંધાયું હતું, મજબૂત ઇન્ડસ્ટ્રીયલ અને રિટેલ ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ મળતો દેખાયો.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં ઝિંકમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર હતો, પણ બાકી મેટલ્સમાં મજબૂતી જોવા મળી હતી. જોકે વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો વધીને 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી, USમાં ફેક્ટરી એક્ટિવિટી વધતા મેટલ્સની કિંમતોને સપોર્ટ મળ્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે ક્રૂડની કિંમતોમાં નીચલા સ્તરેથી રિકવરી આવી, જ્યાં બ્રેન્ટના ભાવ 75 ડૉલરની ઉપર પહોંચ્યા, છતા અડધા ટકાથી વધુની વેચવાલી જોવા મળી, ઉલ્લેખનિય છે કે API મુજબ US ઇન્વેન્ટરી અનુમાન કરતા વધુ વધી હોવાથી પણ કિંમતોને સપોર્ટ મળ્યો છે, સાથે જ ચાઈનાએ USથી ક્રૂડના ઇમ્પોર્ટ પર 10% ટેરિફ લગાવ્યા છે. જેની અસર પણ કિંમતો પર જોવા મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો