શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈ 88.59 પ્રતિ ડૉલરની સામે 88.62 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળ્યો, ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સમાં 100ના લેવલ્સની ઉપર કારોબાર પહોંચતા રૂપિયા પર દબાણ બન્યું છે. ડૉલર ઇન્ડેક્સમાં કારોબારની વાત કરીએ તો લેવલ્સ વધીને 100ના સ્તરની ઉપર પહોંચ્યા. ઇન્ડેક્સ 6 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યો. USના નોન ફાર્મ પેરોલના આંકડાઓ પર નજર રહેશે. બજારમાં 33% લોકોને ડિસેમ્બરમાં વ્યાજ દર કાપની સંભાવના છે.

