સોનામાં આજે દબાણ છે. કોમેક્સ પર સોનાના ભાવ 2670ની આસપાસ છે. ગઈકાલે જેરોમ પોવેલ દ્વારા વ્યાજદ કાપમાં ધીમો રાખવાની અને સાવધાનીથી આગળ વધવાનું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ઘટાડો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે ફેડની અપેક્ષા કરતા us અર્થતંત્રમાં વધુ મજબૂતી આવી છે એટલે વ્યાજદર કાપ અંગે સાવધાનીથી આગળ વધવું પડશે. બીજી તરફ ફ્રાંસમાં વડાપ્રદાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ અને દક્ષિણ કોરિયાની રાજકીય સ્થિતિને પગલે બજારને નીચેના સ્તરે ટેકો મળ્યો છે.