શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 14 પૈસા નબળો થઈ 85.36 પ્રતિ ડૉલરની સામે 85.50 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે US ફેડરલ કોર્ટે ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલએ લગાવેલા રેસિપ્રોકલ ટેરિફ પર પ્રતિબંધ મૂક્યો જેના કારણે ડૉલર ઇન્ડેક્સ ફરી 100ના સ્તરને પાર પહોંચ્યો અને પરિણામે રૂપિયામાં નરમાશ બનતી દેખાઈ.