Cotec Healthcare IPO: ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની Cotec Healthcare લિમિટેડ ટૂંક સમયમાં પોતાનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવવા જઈ રહી છે. કંપનીએ આ માટે સેબી (SEBI) પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. આ IPO દ્વારા કંપની 295 કરોડનું ફંડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે. આ IPOમાં બે ભાગ સામેલ છે: 226.25 કરોડના નવા ઇક્વિટી શેરનું ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર હર્ષ તિવારી તથા વંદના તિવારી દ્વારા 60 લાખ શેરનું ઓફર ફોર સેલ (OFS), જેમાં દરેક પ્રમોટર 30 લાખ શેર વેચશે.