શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈ 85.13 પ્રતિ ડૉલરની સામે 85.14 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 1 પૈસા નબળો થઈ 85.13 પ્રતિ ડૉલરની સામે 85.14 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.
સોનાની ચમક આગળ વધતા COMEX પર ભાવ 3489ના સ્તરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ નવા રેકોર્ડ સ્તર બન્યા, જ્યાં 99,015 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો પહોંચતી જોવા મળી. ડૉલર ઇન્ડેક્સ 3 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો હોવાથી અને સેફ હેવન બાઈંગ વધતા સોનાને સપોર્ટ મળ્યો છે. ઉલ્લેખનિય છે કે 31 ડિસેમ્બર 2024 બાદથી સોનાની કિંમતો 20,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધતી દેખાઈ, તેમા પણ 2જી એપ્રિલ બાદથી જ્યારથી USએ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી છે, ત્યારથી સોનાની કિંમતોમાં ઉછાળો આગળ જ વધી રહ્યો છે.
સોનાની ચમક વધી
MCX પર ભાવ ₹99,000/10 ગ્રામને પાર છે. સ્થાનિક બજારમાં કિંમતો ₹1લાખ/10 ગ્રામની ઘણી નજીક છે. MCX પર સોનાએ બનાવ્યા નવા શિખર પર છે. COMEX પર ભાવ $3420ને પાર પહોંચ્યા. 2025માં હાલ સુધી સોનાની કિંમતો 30% વધી. ડૉલર ઇન્ડેક્સ 3 વર્ષના નીચલા સ્તરે હોવાથી સપોર્ટ થશે. ફેડ પર ટ્રમ્પનું વ્યાજ દર ઘટાડવા માટે દબાણ રહેશે. નાણાકીય નીતિમાં રાજકીય હસ્તક્ષેપથી USD પર વિશ્વાસ ડગમગ્યો.
સોનામાં તેજીના કારણો
ભૌગોલિક રાજકીય જોખમોમાં વધારો થશે. US અને અન્ય દેશો વચ્ચે ટ્રેડ તણાવ છે. ઇન્સ્ટિટ્યૂશનલ અને રિટેલ રોકાણકાર બન્ને તરફથી સેફ હેવન બાઈંગ. સેન્ટ્રલ બેન્ક્સ તરફથી ખરીદદારીનો સપોર્ટ છે.
સોનાની સોનેરી સફર
વર્ષ 2021માં ₹51,875 પ્રતિ 10 ગ્રામ હતો સોનાનો ભાવ છે. 4 વર્ષમાં બે ગણી સોનાની કિંમતો થઈ. એપ્રિલમાં 9 વાર રેકોર્ડ ઉંચાઈ પર કિંમતો પહોંચતી દેખાઈ.
ચાંદીમાં પણ મજબૂતી આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ 33 ડૉલર તરફ વધતા દેખાયા, જ્યારે સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે અડધા ટકાથી વધુની તેજી સાથે 95,819ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી, જ્યાં કોપરમાં સૌથી વધુ અડધા ટકાથી વધારેની તેજી હતી, તો વૈશ્વિક બજારમાં પણ ડૉલરમાં નરમાશની પોઝિટીવ અસર બેઝ મેટલ્સ પર જોવા મળી.
ગઈકાલના ઘટાડા બાદ ક્રૂડ ઓઈલમાં ફરી નીચલા સ્તરેથી રિકવરી આવતા બ્રેન્ટના ભાવ 67 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 1 ટકા જેટલી પોઝિટીવિટી રહી, અહીં US અને ઇરાન વચ્ચે વાતચીત શરૂ થતા સપ્લાઈ ઘટવાની ચિંતા ઓછી થવાના કારણે સાથે જ મે મહિનાથી OPEC ક્રૂડનું ઉત્પાદન 411 લાખ bpdથી વધારશે તેવા અનુમાને કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
રાતોરાત કિંમતો નીચલા સ્તરેથી રિકવર થઈ. US અને ઇરાન વચ્ચે વાતચીત શરૂ થતા તણાવ ઓછા થયા. મે મહિનાથી OPEC ક્રૂડ ઉત્પાદન 411 લાખ bpd વધારશે.
શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતો ફ્લેટ રહેતા 258ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.
શુગર: ઉત્પાદનમાં ઘટાડો?
2024-25 સીઝન માટે ઉત્પાદન ઘટ્યું. હાલ સુધી 25.49 મિલિયન ટન ઉત્પાદન થયું. ગત વર્ષ કરતા ઉત્પાદનમાં 18%નો ઘટાડો નોંધાયો. મહારાષ્ટ્ર, UP અને કર્ણાટકમાં ઉત્પાદન ઘટ્યું. ISMA એ કહ્યું 534 માથી માત્ર 38 મિલોમાં ઉત્પાદન થઈ રહ્યું છે. 3.5 મિલિયન ટનનું ડાયવર્જન સંભવ છે. ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી શુગરની સીઝન ચાલે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.