Get App

કોમોડિટી લાઇવ: ફેડની બેઠક પહેલા સોના-ચાંદીમાં વેચવાલી, નબળા ચીનના આંકડાથી મેટલ્સમાં દબાણ

ચાંદીમાં પણ દબાણ વધતા શરૂઆતી કારોબારમાં અહીં પણ વેચવાલી રહી, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 1 લાખ 14 હજારની નીચે આવ્યા, તો વૈશ્વિક બજારમાં 38 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Aug 19, 2025 પર 11:58 AM
કોમોડિટી લાઇવ: ફેડની બેઠક પહેલા સોના-ચાંદીમાં વેચવાલી, નબળા ચીનના આંકડાથી મેટલ્સમાં દબાણકોમોડિટી લાઇવ: ફેડની બેઠક પહેલા સોના-ચાંદીમાં વેચવાલી, નબળા ચીનના આંકડાથી મેટલ્સમાં દબાણ
ચાઈનાના નબળા આર્થિક આંકડાઓના કારણે બેઝ મેટલ્સમાં વેચવાલી આજે પણ યથાવત્ રહી, જ્યાં આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સ ઘટ્યા.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 87.35 પ્રતિ ડૉલરની સામે 87.25 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી વધતી દેખાઈ, જ્યાં comex પર ભાવ 3350 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં મામુલી વેચવાલી જોવા મળી હતી. રશિયા-યુક્રેન યુદ્ધને લઈ અનિશ્ચિતતાના કારણે કિંમતોમાં દબાણ બની રહ્યું છે, બજારની નજર હવે જેરોમ પૉવેલના ભાષણ પર બનેલી છે.

સોનામાં કારોબારની વાત કરીએ તો કિંમતોમાં દબાણ આગળ વધ્યું. રશિયા-યુક્રેન યુદ્ધને લઈ અનિશ્ચિતતાએ કિંમતો પર અસર રહેશે. ફેડ ચેરમેન પૉવેલના ભાષણ પહેલા સોનામાં સુસ્તી. બજારમાં USમાં સપ્ટેમ્બરમાં 25bpsના કાપની 83% આશા છે.

ચાંદીમાં પણ દબાણ વધતા શરૂઆતી કારોબારમાં અહીં પણ વેચવાલી રહી, જ્યાં સ્થાનિક બજારમાં ભાવ 1 લાખ 14 હજારની નીચે આવ્યા, તો વૈશ્વિક બજારમાં 38 ડૉલરની નીચે કારોબાર જોવા મળ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો