Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ 75$ને પાર

US ચૂંટણી પહેલા સોનામાં નાની રેન્જમાં કારોબાર રહેશે. ગયા સપ્તાહના રેકોર્ડ હાઇથી ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. US ડૉલર 3 મહિનાની ઉચ્ચતમ સપાટીએ છે. ઓક્ટોબરમાં USમાં જૉબ એડિશન લગભગ ફ્લેટ છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 05, 2024 પર 12:56 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ 75$ને પારકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ 75$ને પાર
બેઝ મેટલ્સના કારોબાર પર તો આજે તમામ મેટલ્સની ચમક વધતી જોવા મળી છે.

નજર કરી લઇએ સોનાના કારોબાર પર તો સોનામાં આજે નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહની ઉંચાઇના રેકોર્ડ ભાવથી સોનામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. બજારની નજર હવે USના પ્રેસિડન્ટના ઇલેક્શન પર અને US ફેડના નિર્ણય પર રહેશે.

US ચૂંટણી પહેલા સોનામાં નાની રેન્જમાં કારોબાર રહેશે. ગયા સપ્તાહના રેકોર્ડ હાઇથી ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. US ડૉલર 3 મહિનાની ઉચ્ચતમ સપાટીએ છે. ઓક્ટોબરમાં USમાં જૉબ એડિશન લગભગ ફ્લેટ છે. US ફેડના નિર્ણય પર બજારની નજર રહેશે. આ સપ્તાહમાં મોનેટરી પૉલિસી પર બેઠક રહેશે. આ સપ્તાહમાં UK, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, પૉલેન્ડ, નોર્વેમાં બેઠક છે.

આ તરફ ચાંદીમાં પણ સીમિત રેન્જમાં જ કારોબાર થઇ રહ્યો છે.. જ્યાં કોમેક્સ પર ભાવ 32 ડૉલરને પાર યથાવત છે. તો સ્થાનિક બજારમાં મામુલી દબાણ સાથેનો કારોબાર થઇ રહ્યો છે.

નજર કરી લઇએ બેઝ મેટલ્સના કારોબાર પર તો આજે તમામ મેટલ્સની ચમક વધતી જોવા મળી છે. સ્થાનિક બજારમાં તમામ મેટલ્સમાં લાલ નિશાનમાં કારોબાર થતો દેખાઇ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે કોપરની કિંમતોમાં રાતોરાત 1.5%નો ઉછાળો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં ચીનની મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં ગ્રોથ જોવા મળ્યો છે. જેની અસર કોપરની કિંમતો પર જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો