Get App

કોમોડિટી લાઇવ: સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $76ને પાર

ચાંદીમાં જોકે દબાણ જોવા મળ્યું, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 32 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કામકાજ ફ્લેટ ટૂ નેગેટીવ ઝોનમાં જોવા મળ્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Feb 11, 2025 પર 12:29 PM
કોમોડિટી લાઇવ: સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $76ને પારકોમોડિટી લાઇવ: સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર, ક્રૂડમાં તેજી, બ્રેન્ટ $76ને પાર
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકા ઘટીને 300ના સ્તકની પાસે પહોંચતી જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા મજબૂત થઈ 87.48 પ્રતિ ડૉલરની સામે 87.35 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાંના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર થતા COMEX પર ભાવ 2920 ડૉલરની ઉપર પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની વધુની તેજી સાથે 86,300ને પાર કારોબાર જોવા મળ્યો હતો. અહીં મોનેટરી પૉલિસીમાં ઢીલાશનો સપોર્ટ કિંમતોને મળી રહ્યો છે.

ચાંદીમાં જોકે દબાણ જોવા મળ્યું, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 32 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કામકાજ ફ્લેટ ટૂ નેગેટીવ ઝોનમાં જોવા મળ્યું હતું.

US તરફથી ટેરિફ લાગવાના કારણે મેટલ્સના સેન્ટિમેન્ટ બગડ્યા, જ્યાં સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર અને ઝિંકમાં દબાણ હતું, પણ એલ્યુમિનિયમ અને લેડમાં પોઝિટીવ કારોબાર નોંધાયો હતો, હવે બજારની નજર આજે થવાર ફેડ ચેરમેનના ટેસ્ટીમૉની પર બનેલી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો