Get App

કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં મિશ્ર કારોબાર, ક્રૂડમાં ગઈકાલના ઘટાડા બાદ રિકવરી

ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે રિકવરી આવી છે. ગઈકાલે ક્રૂડમાં 3 ટકાનો ઘટાડો આવ્યો હતો. મધ્યપૂર્વ એશિયામાં ચાલી રહેલા ઈઝરાય અને હિઝબુલ્લાહ વચ્ચેના ઘર્ષણમાં સમાધાનની શક્યતાએ ક્રૂડમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે બ્રેન્ટ 73 ડોલરની નીચે છે. તો આવતા સપ્તાહે OPEC અને સાથી દેશોની બેઠક પર બજારની નજર છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 26, 2024 પર 12:18 PM
કોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં મિશ્ર કારોબાર, ક્રૂડમાં ગઈકાલના ઘટાડા બાદ રિકવરીકોમોડિટી લાઈવ: સોના-ચાંદીમાં મિશ્ર કારોબાર, ક્રૂડમાં ગઈકાલના ઘટાડા બાદ રિકવરી
સોનામાં ગઈકાલના ઘટાડા બાદ રિકવરી આવી. ગઈકાલે સોનાના ભાવ 3.5% ઘટ્યા હતા.

સોનામાં ગઈકાલના ઘટાડા બાદ આજે રિકવરી આવતી જોવા મળી છે.. કોમેક્સ પર સોનામાં આજે તેજી છે. જ્યારે MCX પર ડિસેમ્બર વાયદામાં આજે સામાન્ય દબાણ છે. ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સિઝફાયર પર કરાર થવાના સમાચારને લઈને સોનામાં ઘટાડો આવ્યો હતો. જોકે અમેરિકામાં વ્યાજદર કાપની શક્યતા ઘટી રહી હોવાને પગલે પણ દબાણ જોવા મળ્યું છે.

સોનામાં ગઈકાલના ઘટાડા બાદ રિકવરી આવી. ગઈકાલે સોનાના ભાવ 3.5% ઘટ્યા હતા. ઈઝરાયલ હિઝબુલ્લાહ સિઝફારય તરફ આગળ વધી શકે છે. ટ્રમ્પે ટ્રેઝરી સેક્રેટરી તરીકે હેજ ફંડ મેનેજર સ્કૉટ બેસેન્ટની નિમણૂક કરી. ડિસેમ્બરમાં 54% લોકોને જ વ્યાજદર કાપની અપેક્ષા છે.

ચાંદીમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે રિકવરી છે. ગઈકાલે ચાંદીમાં 3.8 ટકાનો ઘટાડો આવ્યો હતો અને કોમેક્સ ભાવ 31 ડોલરની નીચે પહોંચ્યા હતા.. તો MCX પર આજે ભાવ 88 હજારની નીચે સરક્યા છે.

ક્રૂડમાં ગઈકાલે આવેલા ઘટાડા બાદ આજે રિકવરી આવી છે. ગઈકાલે ક્રૂડમાં 3 ટકાનો ઘટાડો આવ્યો હતો. મધ્યપૂર્વ એશિયામાં ચાલી રહેલા ઈઝરાય અને હિઝબુલ્લાહ વચ્ચેના ઘર્ષણમાં સમાધાનની શક્યતાએ ક્રૂડમાં ફરી એકવાર ઘટાડો આવ્યો હતો. આજે બ્રેન્ટ 73 ડોલરની નીચે છે. તો આવતા સપ્તાહે OPEC અને સાથી દેશોની બેઠક પર બજારની નજર છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો