Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $95ની પાસે

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ કોપરમાં આશરે 4 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર નોંધાયો.

MoneyControl Newsઅપડેટેડ Nov 16, 2026 પર 12:09 PM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $95ની પાસેકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વેચવાલી, ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $95ની પાસે
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 3 ટકા જેટલી તૂટીને 298ના સ્તરની પાસે પહોંચતી દેખાઈ હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા મજબૂત થઈ 94.25 પ્રતિ ડૉલરની સામે 94.21 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે બૉન્ડ યીલ્ડ અને ક્રૂડ ઓઈલમાં આવેલી વેચવાલીનો સપોર્ટ રૂપિયાને મળી રહ્યો છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મજબૂત રૂપિયાના કારણે સેનાની કિંમતો આશરે અડધા ટકાથી વધુ ઘટીને 1 લાખ 35 હજારના સ્તરની પાસે પહોંચતી જોવા મળી, જોકે COMEX પર 3900 ડૉલરની પણ નીચે કારોબાર જોવા મળ્યો હતો. અહીં USમાં ડિસેમ્બરમાં વ્યાજ દર વધારીની સંભાવના વધતા કિંમતો પર અસર જોવા મળી રહી છે.

સોનાને પગલે ચાંદીમાં પણ વેચવાલી રહી, સ્થાનિક બજારમાં ચાંદીમાં વધુ દબાણ સાથે આશપે 3 ટકાની વેચવાલી સાથે કિંમતો 1 લાખ 71 હજારની પાસે પહોંચતી દેખાઈ, જ્યારે વૈશ્વિક બજારમાં દોઢ ટકાના ઘટાડા સાથે ભાવ 48 ડૉલરની પણ નીચે આવતા જોવા મળ્યા હતા.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં વેચવાલી જોવા મળી, તો વૈશ્વિક બજારમાં પણ કોપરમાં આશરે 4 મહિનાના નીચલા સ્તરની પાસે કારોબાર નોંધાયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો