Crude Oil Price Forecast: દેશ અને દુનિયામાં વધતી જતી મોંઘવારીમાંથી ટૂંક સમયમાં જ સામાન્ય જનતાને મોટી રાહત મળવાની આશા જાગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતોમાં મોટો કડાકો બોલાય તેવા સંકેતો મળી રહ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ, વર્ષ 2027 માં બ્રેન્ટ ક્રૂડની કિંમત ઘટીને આશરે 70 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો યુદ્ધનો તણાવ ઓછો થવાની શક્યતા છે, જેનાથી મિડલ ઈસ્ટમાંથી કાચા તેલની નિકાસ વધશે અને તેની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડશે.

