Get App

કોમોડિટી લાઈવ: ક્રૂડ ઓઈલમાં સ્થિર કારોબાર, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ

સોનામાં ઉપલા સ્તરેથી નોંધાયું દબાણ, જોકે રેકોર્ડ સ્તરની પાસે કારોબાર, જ્યાં COMEX પર ભાવ 3120 ડૉલરની ઉપર ટક્યા, તો સ્થાનિક બજારમાં 91,000ના સ્તરની પાસે કામકાજ થઈ રહ્યું છે. USના નબળા કન્ઝ્યુમર સર્વેના આંકડા આવતા સોનાને સપોર્ટ મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 02, 2025 પર 12:21 PM
કોમોડિટી લાઈવ: ક્રૂડ ઓઈલમાં સ્થિર કારોબાર, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણકોમોડિટી લાઈવ: ક્રૂડ ઓઈલમાં સ્થિર કારોબાર, સોના-ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ
ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી નરમાશ આવતા અહીં સ્થાનિક બજારમાં ભાવ 1 લાખના સ્તરેથી ઘટ્યા, પણ વૈશ્વિક બજારમાં 33 ડૉલરની ઉપરના સ્તર જળવાતા દેખાઈ રહ્યા છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 21 પૈસા નબળો થઈ 85.47 પ્રતિ ડૉલરની સામે 85.68 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયામાં....ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ડૉલર ઇન્ડેક્સ પર નજર કરીએ તો 104-105ની વચ્ચે ડૉલર ઇન્ડેક્સ યથાવત્ રહેશે. માર્ચ મહિનામાં ડૉલરમાં 3.14%નો ઘટાડો નોંધાયો હતો. વેલ્સ ફાર્ગોએ કહ્યું ડૉલરમાં ઘટાડો અસ્થાઈ છે. ટ્રમ્પ ટેરિફ લાગવાથી તેજી આવશે. 1.5-11% સુધીને તેજી સંભવ છે. ટેરિફના દર પર ડૉલરમાં તેજી સંભવ છે. ગોલ્ડમેન સૅક્સે USમાં મંદીની શક્યતા 35% છે.

સોનામાં ઉપલા સ્તરેથી નોંધાયું દબાણ, જોકે રેકોર્ડ સ્તરની પાસે કારોબાર, જ્યાં COMEX પર ભાવ 3120 ડૉલરની ઉપર ટક્યા, તો સ્થાનિક બજારમાં 91,000ના સ્તરની પાસે કામકાજ થઈ રહ્યું છે. USના નબળા કન્ઝ્યુમર સર્વેના આંકડા આવતા સોનાને સપોર્ટ મળી રહ્યો છે.

ઉપલા સ્તરેથી કિંમતો ઘટી, તેમ છતા રેકોર્ડ સ્તરની પાસે કારોબાર કરી રહ્યા છે. COMEX પર ભાવ 3100 ડૉલરની ઉપર સ્થિર છે. USના નબળા કન્ઝ્યુમર સર્વેના આંકડાથી સપોર્ટ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો