બજારના જાણકારોના મતે આ તેજી પાછળ ઘણા પરિબળો જવાબદાર છે,,,કાચા તેલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 80 ડોલર પ્રતિ બેરલની નીચે અને WTI ક્રૂડ 75 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન શાંતિ કરારની ખબરોએ ટેન્શન ઘટાડ્યું છે. યુએસ ફેડ દ્વારા સતત ચોથી વખત વ્યાજદરો 3.5% થી 3.75% ની રેન્જમાં જાળવી રાખવામાં આવ્યા છે. NSE એ સેબી પાસે 30000 કરોડ રૂપિયાના તેના અત્યાર સુધીના સૌથી મોટા IPO માટે ડ્રાફ્ટ પેપર જમા કરાવ્યા છે, જેનાથી બજારમાં નવો ઉત્સાહ આવ્યો છે. ભારત-UK ટ્રેડ એગ્રીમેન્ટના સમાચારોએ પણ રોકાણકારોનો ભરોસો વધાર્યો છે. આ ઉપરાંત ટાટા મોટર્સે 1 જુલાઈથી કોમર્શિયલ વાહનોની કિંમતોમાં 2.5% સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.