Get App

કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીની ચમકમાં વધારો

સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી હતી, માત્ર લેડમાં થોડી ઓછી તેજી જોઈ, પણ વૈશ્વિક બજારમાં USના ચાઈના પર ટેરિફ 1 ઓગસ્ટથી લાગૂ થવાના સમાચાર બાદ મેટલ્સના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા.

MoneyControl Newsઅપડેટેડ Jul 08, 2025 પર 2:42 PM
કોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીની ચમકમાં વધારોકોમોડિટી લાઇવ: ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર, સોના-ચાંદીની ચમકમાં વધારો
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 1 ટકાથી વધુ ઘટીને 291ના સ્તરની પાસે પહોંચતી જોવા મળી હતી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા મજબૂત થઈ 85.85 પ્રતિ ડૉલરની સામે 85.75 પ્રતિડૉલર પર ખૂલ્યો. જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં શરૂઆતી તેજી બાદ ઉપલા સ્તરેથી કિંમતોમાં મામુલી નરમાશ રહી, જ્યાં comex પર ભાવ 3340 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં 97,120ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે US તરફથી 14 દેશો પર ટેરિફની જાહેરાત બાદ અને ડૉલર ઇન્ડેક્સમાં વેચવાલીના કારણે સોનાને સપોર્ટ મળતો દેખાયો હતો, પણ હવે બજારની નજર ભારત માટે USની ટ્રેડ પૉલિસી પર બનેલી છે.

જોકે ચાંદીમાં આવેલી મજબૂતી યથાવત્ રહી, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 36 ડૉલરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 8 હજાર 500ના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.

સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં મજબૂતી જોવા મળી હતી, માત્ર લેડમાં થોડી ઓછી તેજી જોઈ, પણ વૈશ્વિક બજારમાં USના ચાઈના પર ટેરિફ 1 ઓગસ્ટથી લાગૂ થવાના સમાચાર બાદ મેટલ્સના સેન્ટિમેન્ટ બગડતા દેખાયા.

બધા સમાચાર

+ વધુુ વાંચો