આ સપ્તાહ નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, અને આવતુ સપ્તાહ પણ નોન એગ્રી કૉમોડિટી માટે ખાસ રહેશે, આ સપ્તાહે USના મોંઘવારીના આંકડા, PPIના આંકડાઓની અસર આપણે જોઈ, પણ હવે 17 સપ્ટેમ્બરે ફેડ વ્યાજ દર પર નિર્ણય લેશે, જેમાં બજારમાં 90% કરતા વધુ લોકોને વ્યાજ દરમાં 0.25bpsના કાપની આશા બની રહી છે, આ સાથે જ USના આર્થિક આંકડા જે પ્રમાણે આવી રહ્યા છે તેને જોતા પણ ફેડ દ્વારા વ્યાજ દર કાપની સંભાવના વધી રહી છે, આવામાં ફેડના વ્યાજ દર કાપ કાપ આ કૉમોડિટી પર કેવી અસર જોવા મળશે, અને ક્યાં બનશે રોકાણની તક તે નિષ્ણાતો પાસેથી સમજીશું. સાથે જ સોના-ચાંદીમાં જ્યારે રેકોર્ડ સ્તરે કારોબાર થઈ રહ્યો છે, તો જ્વેલરી શૉરૂમમાં કેવી પરિસ્થિતી છે ખરીદદારોની તે અંગે પણ માહિતી લઈશું, અને પ્રાઈસ આઉટલૂક પર પણ ચર્ચા કરીશું.