Get App

અમેરિકાના પ્રેશરની અસર? રશિયાથી થતી આયાતમાં સીધો 40%નો ઘટાડો, હવે ભારત આ દેશ પાસેથી ખરીદશે તેલ!

India Russia Imports drop: અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફ બાદ જાન્યુઆરી 2026માં ભારતની રશિયાથી આયાતમાં 40%નો જંગી ઘટાડો થયો છે. શું હવે ભારત વેનેઝુએલા પાસેથી સસ્તું તેલ ખરીદશે? જાણો આ બદલાતા સમીકરણો અને લેટેસ્ટ આંકડા.

MoneyControl Newsઅપડેટેડ Feb 18, 2026 પર 10:37 AM
અમેરિકાના પ્રેશરની અસર? રશિયાથી થતી આયાતમાં સીધો 40%નો ઘટાડો, હવે ભારત આ દેશ પાસેથી ખરીદશે તેલ!અમેરિકાના પ્રેશરની અસર? રશિયાથી થતી આયાતમાં સીધો 40%નો ઘટાડો, હવે ભારત આ દેશ પાસેથી ખરીદશે તેલ!
India Russia Imports drop: અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ટેરિફ બાદ જાન્યુઆરી 2026માં ભારતની રશિયાથી આયાતમાં 40%નો જંગી ઘટાડો થયો છે.

India Russia Imports drop: ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોમાં હવે અમેરિકાના દબાણની અસર સ્પષ્ટ દેખાવા લાગી છે. છેલ્લા ઘણા સમયથી ભારત રશિયા પાસેથી મોટા પાયે ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું હતું, પરંતુ તાજેતરમાં આવેલા આંકડા ચોંકાવનારા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા પર ભારત સામે જે લાલ આંખ કરી હતી, તેનું પરિણામ હવે આયાતના આંકડાઓમાં જોવા મળી રહ્યું છે.

રશિયાથી આયાતમાં મોટો કડાકો

સોમવારે જાહેર થયેલા તાજા ડેટા પર નજર કરીએ તો, જાન્યુઆરી 2026માં ભારત દ્વારા રશિયાથી કરવામાં આવતી આયાતમાં 40.48%નો તોતિંગ ઘટાડો નોંધાયો છે. આ આંકડો નાનો નથી. ગયા વર્ષે એટલે કે જાન્યુઆરી 2025માં ભારત રશિયા પાસેથી લગભગ 4.81 બિલિયન ડોલરની આયાત કરતું હતું, જે આ વર્ષે જાન્યુઆરીમાં ઘટીને માત્ર 2.86 બિલિયન ડોલર પર આવી ગઈ છે. આ ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે ભારતીય રિફાઇનરી કંપનીઓએ રશિયન કાચા તેલની ખરીદીમાં કાપ મૂક્યો છે.

શા માટે ઘટ્યું રશિયન તેલ?

વાત જાણે એમ છે કે, ભારત રશિયા પાસેથી જે પણ સામાન મંગાવે છે, તેમાં 80% હિસ્સો તો માત્ર કાચા તેલ (Crude Oil)નો જ હોય છે. એપ્રિલ 2025માં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી, ત્યારે ચિત્ર બદલાવા લાગ્યું હતું. અમેરિકાએ ભારત પર દબાણ વધારવા માટે રશિયન તેલ ખરીદવા બદલ દંડ રૂપે પહેલા 25% અને ત્યારબાદ વધારાના 25% એમ કુલ મળીને 50% જેટલો ભારે ટેરિફ લાદી દીધો હતો.

જોકે, રાહતના સમાચાર એ છે કે તાજેતરમાં બંને દેશો વચ્ચે એક વચગાળાની સમજૂતી થઈ છે અને ટેરિફમાં થોડો ઘટાડો કરાયો છે. પરંતુ ત્યાં સુધીમાં તો ભારતીય કંપનીઓએ સાવચેતીના ભાગરૂપે રશિયન તેલથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું હતું. ભારતની દિગ્ગજ પ્રાઈવેટ રિફાઈનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પણ સ્પષ્ટ કર્યું છે કે જાન્યુઆરી મહિનામાં તેમને રશિયન તેલની કોઈ ડિલિવરીની અપેક્ષા નથી.

રશિયા નહીં તો કોણ? હવે ભારતની નજર વેનેઝુએલા પર

બધા સમાચાર

+ વધુુ વાંચો