Get App

Gold Silver Price Today: સોના-ચાંદીનું જોરદાર ‘કમબેક'! કડાકા બાદ ભાવમાં રોકેટ ગતિ, ચાંદીમાં 4,000નો ઉછાળો

MoneyControl Newsઅપડેટેડ Feb 18, 2026 પર 10:29 AM
Gold Silver Price Today: સોના-ચાંદીનું જોરદાર ‘કમબેક'! કડાકા બાદ ભાવમાં રોકેટ ગતિ, ચાંદીમાં 4,000નો ઉછાળોGold Silver Price Today: સોના-ચાંદીનું જોરદાર ‘કમબેક'! કડાકા બાદ ભાવમાં રોકેટ ગતિ, ચાંદીમાં 4,000નો ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ગઈકાલના કડાકા બાદ આજે જબરદસ્ત રિકવરી!

Gold Silver Price Today: છેલ્લા થોડા દિવસોથી સોના-ચાંદીના બજારમાં જે ઉથલપાથલ ચાલી રહી હતી, તેમાં આજે રોકાણકારો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. ગઈકાલે મોડી રાત્રે બજારમાં જે મોટો કડાકો બોલી ગયો હતો, તેની કળ વળે તે પહેલાં જ આજે સવારે બજાર ખુલતાં જ બંને કિંમતી ધાતુઓએ શાનદાર ‘કમબેક' કર્યું છે. ખરીદી નીકળતા સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ચાંદીમાં 4,000 થી વધુનો તોતિંગ ઉછાળો

આજે સૌથી વધુ ચમક ચાંદીમાં જોવા મળી છે. ગઈકાલે ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું હતું, પણ આજે સવારે ચિત્ર આખું બદલાઈ ગયું હતું.

ગઈકાલનો બંધ ભાવ: 2,28,783.00

આજનું ઓપનિંગ: 2,32,929.00

બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં સીધો 4,146.00નો વધારો જોવા મળ્યો હતો. હાલની વાત કરીએ તો, ચાંદી તેના ગઈકાલના બંધ ભાવથી લગભગ 1.79% ના વધારા સાથે 2,32,875.00 ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. એટલે કે, એક જ દિવસમાં ચાંદીના રોકાણકારોને મોટો ફાયદો થયો છે.

સોનાના ભાવમાં પણ શાનદાર રિકવરી

બધા સમાચાર

+ વધુુ વાંચો