Get App

કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી આવી રિકવરી

ચાંદીમાં પણ દબાણ આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે અડધા ટકાથી વધારે ઘટીને 37 ડૉલરની પાસે આવ્યા, જ્યારે સ્થાનિર બજારમાં કિંમતો 1 લાખ 10 હજારની પાસે પહોંચતી દેખાઈ હતી.

MoneyControl Newsઅપડેટેડ Aug 20, 2025 પર 11:52 AM
કોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી આવી રિકવરીકોમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં વોલેટાઈલ કારોબાર, ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી આવી રિકવરી
સોનામાં નરમાશ આગળ વધતા comex પર ભાવ 3320 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં મામુલી વેચવાલી જોવા મળી

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 21 પૈસા નબળો થઈ 86.95 પ્રતિ ડૉલરની સામે 87.16 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનામાં નરમાશ આગળ વધતા comex પર ભાવ 3320 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં મામુલી વેચવાલી જોવા મળી, અહીં ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે કિંમતો પર અસર જોવા મળી રહી છે, આ સાથે જ સપ્ટેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની આશા વધતા પણ ભાવમાં વોલેટાલિટી જોવા મળી રહી છે.

ચાંદીમાં પણ દબાણ આગળ વધતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે અડધા ટકાથી વધારે ઘટીને 37 ડૉલરની પાસે આવ્યા, જ્યારે સ્થાનિર બજારમાં કિંમતો 1 લાખ 10 હજારની પાસે પહોંચતી દેખાઈ હતી.

બેઝ મેટલ્સમાં પણ શરૂઆતી કારોબારમાં વેચવાલી જોવા મળી, જ્યાં એલ્યુમિનિયમમાં કિંમતો ઘટીને આશરે 1 મહિનાના નીચલા સ્તરે પહોંચી, અહીં નબળી ડિમાન્ડના કારણે કિંમતો પર અસર જોવા મળી, સાથે જ ચાઈનાના નબળા મેન્યુફેક્ચરિંગ આંકડાઓના કારણે અન્ય મેટલ્સમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો