આ સપ્તાહે ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ ઇક્વિટી માર્કેટ સાથે કૉમોડિટી બજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં સોના-ચાંદીમાં કિંમતો રેકોર્ડ સ્તરેથી ઘટી, જોકે સેફ હેવન બાઈંગનો સપોર્ટ હજી પણ કિંમતોને મળી રહ્યો છે, જ્યારે ગ્લોબલ ટ્રેડ વૉર થવાની ચિંતાએ ક્રૂડમાં વેચવાલી વધી, અને બ્રેન્ટના ભાવ ફરી 70 ડૉલરની રેન્જમાં આવતા દેખાયા, પણ આ બધાની વચ્ચે ડૉલર ઇન્ડેક્સમાં દબાણ આવતા ડૉલર સામે રૂપિયામાં ઘણી મજબૂતી આવતી દેખાઈ, તો બેઝ મેટલ્સમાં સતત રેન્જબાઉન્ડ કારોબાર જ નોંધાઈ રહ્યો છે. હવે ટેરિફની અસર આ ક્ષેત્ર પર કેવી અને કેટલી રહેશે અને હવે કૉમોડિટીના આઉટલૂક કેવા બની રહ્યા છે તેની ચર્ચા કરીએ.