આ સપ્તાહે US તરફથી ટેરિફને લઈ જાહેરાતો બાદ નોન એગ્રી કૉમોડિટીમાં એક્શન વધતી દેખાઈ, જ્યાં ટ્રેડની અનિશ્ચિતતા ઓછી થતા સોનાની કિંમતો રેકોર્ડ સ્તરેથી ઘટતી જોવા મળી, પણ કોપર પર 1 ઓગસ્ટથી 50%ના ટેરિફ લાગશે, જે સમાચાર બાદ કોપરમાં રેકોર્ડ સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો, આ સિવાય સપ્લાઈની ચિંતા ફરી એકવાર વધતા ક્રૂડની કિંમતોમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યા. હવે આમ વૈશ્વિક પરિબળોની અસર રહેતા કઈ કૉમોડિટીમાં કેવા ટ્રેડ લેવા જોઈએ અને શું આઉટલૂક બની રહ્યો છે તેની ચર્ચા કરીએ.