આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, જ્યાં પાછલા 9 મહિનામાં ખાદ્ય તેલનો ઇમ્પોર્ટ આશરે 7% ઘટ્યો, તો ઇમ્પોર્ટ ડ્યૂટી વધવાથી પામોલીનના ઇમ્પોર્ટમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ કૉટન પર પણ ફોકસ રહ્યું, જ્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. હવે ખાદ્ય તેલ સાથે તેલિબીયા અને કૉટનનું આગળ આઉટલૂક કેવું બની રહ્યું છે, તે અંગે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું.