આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી ફોકસમાં રહી, એક તો US સરકારનું શટડાઉન પૂર્ણ થયા બાદ પહેલીવાર USના આર્થિક આંકડાઓની અસર મોટાભાગની કૉમોડિટી પર જોવા મળી, જ્યાં સોના-ચાંદીમાં નાની પણ પોઝિટીવ રેન્જમાં કારોબાર નોંધાયો, જોકે ભૌગોલિક તણાવો ઓછા થવાની આશંકા અને ઇન્વેન્ટરીમાં ઉછાળાના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ વોલેટાઈલ કારોબાર જોયો છે. આ બધાની વચ્ચે હવે આવતા સપ્તાહ માટે કઈ નોન એગ્રી કૉમોડિટી પર કરવું ફોકસ, અને કેવું બની રહ્યું છે રોકાણ માટેનું આઉટલૂક તેની ચર્ચા કરીએ.

