આ સપ્તાહે ફરી એકવાર ભૌગોલિક તણાવો વધતા નોન એગ્રી કૉમોડિટી પર અસર જોવા મળી, જ્યાં ડૉલર ઇન્ડેક્સમાં સતત વધારો નોંધાયો, તો સેફ હેવન બાઈંગનો સપોર્ટ મળતા સોના-ચાંદીમાં આ સપ્તાહે ફરી નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, જોકે ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર રહ્યો અને બેઝ મેટલ્સ પર ખાસ ફોકસ રહ્યું કારણ કે, ચીને ડિસેમ્બર 2024થી એલ્યુમિનિયમ પર 13% ટેક્સ રિબેટ રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ વર્ષ પૂરૂ થવામાં એક મહિનો બાકી છે, આવામાં આવતા વર્ષ માટેના આઉટલૂકની વાત કરીએ, તો નોન એગ્રી કૉમોડિટી માટે આવતું વર્ષ કેવું રહેશે.