ખાસ રજૂઆત 'ગોલ્ડનો ગ્લોડન રન'માં આપનું સ્વાગત છે, આપણે 2 નાણાકિય વર્ષથી જોઈ રહ્યા છીએ કે સોના-ચાંદીમાં ઘણા સારા રિટર્ન મળી રહ્યા છે. આ વર્ષમાં માત્ર માર્ચ મહિનાની વાત કરીએ તો આપણે સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર જોયો છે. COMEX પર જ્યાં કિંમતો 3056 ડૉલરના સ્તર સુધી પહોંચી હતી, તે તેજી ભૌગોલિક તણાવની અસર રહેતા આગળ વધતી દેખાઈ શકે છે, સોનાને ઘણા બધા ફેક્ટર અસર કરી રહ્યા છે, પણ તેની સાથે સરકારે જે ગોલ્ડ મોનેટાઈઝેશનના 2 તબક્કા બંધ કર્યા છે તેની ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ ઘટી ગયા છે, આવામાં આજે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીને સમજીએ કે હાલની સ્થિતીમાં સોનામાં શું કરવું? રોકાણ માટે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પો અવેલેબલ છે અને હવે કિંમતો પર શું આઉટલૂક બની રહ્યો છે.