આ સપ્તાહે એગ્રી કૉમોડિટી પર ફોકસ રહ્યું, કારણ કે અમુક રાજ્યોમાં વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને ઘણું નુકસાન થયું છે..જેમાં જીરા, હળદર જેવા મસાલાનો સમાવેશ થાય છે. તે સિવાય US હવે બ્રાઝિલની જગ્યાએ USથી સોયાબીનની ખરીદદારી કરવાનું શરૂ કરશે, જે ચાઈના તરફથી શરૂ કરવામાં પણ આવી છે, જેના લીધે સોયાબીન ફ્યૂચર્સના ભાવ આપણે વધતા જોયા, આ સાથે જ સરકાર ખરીફ સીઝન 2025-26 માટે દાળ અને તેલિબીયાની ખરીદી શરૂ કરશે, તો બીજી બાજૂ સરકારે પીળા વટાણા પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 30% કરી છે, જે 1 નવેમ્બરથી લાગૂ થતી દેખાશે. આ બધાની વચ્ચે બજારમાં સપ્લાઈ વધતા ઇન્ટરનેશન માર્કેટમાં શુગરની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. તો આ તમામ કૉમોડિટીનું હવે આઉટલૂક કેવું બની રહ્યું છે, તે અંગે ચર્ચા કરીએ.

