Get App

કોમોડિટી રિપોર્ટ: કઈ નોન એગ્રી કૉમોડિટીમાં કરશો રોકાણ?

આ સપ્તાહે કોપરની કિંમતો 2 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ. ગ્લોબલ ટ્રેડ વૉર સુધરવાની આશંકાએ કિંમતોને સપોર્ટ. US-ચીન વેપાર યુદ્ધવિરામ વધુ 90 દિવસ લંબાયો. જૂનમાં MoM ધોરણે ચાઈનાનું એલ્યુમિનિયમ ઉત્પાદન 3.2% વધ્યું.

MoneyControl Newsઅપડેટેડ Aug 14, 2025 પર 11:40 AM
કોમોડિટી રિપોર્ટ: કઈ નોન એગ્રી કૉમોડિટીમાં કરશો રોકાણ?કોમોડિટી રિપોર્ટ: કઈ નોન એગ્રી કૉમોડિટીમાં કરશો રોકાણ?
સોનાના ઇમ્પોર્ટ પર નહીં લાગે ટેરિફ. ટ્રુથ સોશલ પર ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા છે. વ્હાઈટ હાઉસથી ઔપચારિક જાહેરાત નહીં.

આ સપ્તાહ નાનું સપ્તાહ રહ્યું, પણ નોન એગ્રી કૉમોડિટીમાં એક્શન રહી, જ્યાં ટ્રમ્પ ટેરિફની અસર અને ભૌગોલિક તણાવોના કારણે સોના-ચાંદી કે ક્રૂડ ઓઈલ બધામાં વોલેટાલિટી જોવા મળી હતી. આ બધાની વચ્ચે વૈશ્વિક બજારમાં બેઝ મેટલ્સમાં નીચલા સ્તરેથી સારી રિકવરી જોવા મળી, હવે આવી સ્થિતીમાં નોન એગ્રી કૉમોડિટીનું આઉટલૂક કેવું બની રહ્યું છે, અને કઈ કૉમોડિટી પર ફોકસ કરવું.

સોનામાં કારોબાર

રેકોર્ડ હાઈ બન્યા બાદ જોવા મળી નફાવસુલી. ₹1.01 લાખની નીચે આવ્યો ઓક્ટોબર વાયદો. ગત સપ્તાહે શુક્રવારે જ રેકોર્ડ સ્તરે કિંમતો પહોંચી હતી. ગયા સપ્તાહે ₹1,02,250ના રેકોર્ડ સ્તર જોયા.

ડ્યૂટી ફ્રી ગોલ્ડ?

બધા સમાચાર

+ વધુુ વાંચો