Get App

Dollar Vs Rupee: RBIના એક એક્શનથી રૂપિયામાં શાનદાર રિકવરી, ડોલર સામે ભાવ 1.22 રૂપિયા ઉછળ્યો

Dollar Vs Rupee: RBIના કડક નિયમો બાદ ડોલર સામે ભારતીય રૂપિયામાં શાનદાર રિકવરી જોવા મળી છે. રૂપિયો 1.22 મજબૂત થઈને 93.59 પર પહોંચ્યો. જાણો RBI નો નવો નિયમ અને માર્કેટ અપડેટ.

MoneyControl Newsઅપડેટેડ Mar 30, 2026 પર 11:26 AM
Dollar Vs Rupee: RBIના એક એક્શનથી રૂપિયામાં શાનદાર રિકવરી, ડોલર સામે ભાવ 1.22 રૂપિયા ઉછળ્યોDollar Vs Rupee: RBIના એક એક્શનથી રૂપિયામાં શાનદાર રિકવરી, ડોલર સામે ભાવ 1.22 રૂપિયા ઉછળ્યો
Dollar Vs Rupee: RBIના કડક નિયમો બાદ ડોલર સામે ભારતીય રૂપિયામાં શાનદાર રિકવરી જોવા મળી છે.

Dollar Vs Rupee: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક કડક નિર્ણય બાદ ભારતીય ચલણ રૂપિયા માં ડોલર સામે જોરદાર રિકવરી જોવા મળી છે. RBI દ્વારા બેંકોની નેટ ડોલર-રૂપિયા ઓપન પોઝિશન પર અંકુશ લગાવતા જ રૂપિયો મજબૂત થયો છે.

સોમવારે (30 માર્ચ) ભારતીય રૂપિયો તેજી સાથે ખુલ્યો હતો. ગત શુક્રવારે 27 માર્ચેS ડોલરનો ભાવ 94.81 પર બંધ થયો હતો, જેની સામે સોમવારે રૂપિયો 1.22 રૂપિયા (122 પૈસા) ના ઉછાળા સાથે 93.59 પ્રતિ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો.

RBIનો નવો નિયમ શું છે?

રૂપિયામાં આવેલા આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ RBIનો નવો આદેશ છે. શુક્રવારે મોડી રાત્રે, RBI એ તમામ બેંકોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ દરરોજ કામકાજના અંત સુધીમાં ઓનશોર માર્કેટમાં તેમની નેટ ઓપન રૂપિયા પોઝિશન 100 મિલિયન ડોલર સુધી જ સીમિત રાખે. બેંકોએ આ નિયમનું પાલન 10 એપ્રિલ સુધીમાં કરવાનું રહેશે. આ નિયમનો મુખ્ય હેતુ સ્થાનિક બજારમાં ડોલરનું વેચાણ વધારીને રૂપિયાના સતત થઈ રહેલા ઘટાડાને રોકવાનો છે.

શું છે આર્બિટ્રેજ ટ્રેડની રમત?

અત્યાર સુધી બેંકો આર્બિટ્રેજ ટ્રેડ દ્વારા નફો કમાઈ રહી હતી. જેમાં તેઓ ઓનશોર માર્કેટમાંથી ડોલર ખરીદીને તેને NDF (નોન-ડિલિવરેબલ ફોરવર્ડ) માર્કેટમાં ઊંચા ભાવે વેચતા હતા. ઈરાન યુદ્ધની વધતી અસ્થિરતા, રોકાણકારોમાં ડર અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે આ બંને માર્કેટ વચ્ચેનો તફાવત (Spread) ઘણો વધી ગયો હતો. માર્કેટના નિષ્ણાતોનું અનુમાન છે કે બેંકોની આવી પોઝિશનનો આકાર 25 બિલિયન ડોલરથી લઈને 50 બિલિયન ડોલર કરતા પણ વધુ હોઈ શકે છે. પરંતુ હવે RBI ના આદેશ બાદ બેંકોએ આ પોઝિશન ખતમ કરવાની શરૂઆત કરી દીધી છે.

માર્ચ મહિનામાં રૂપિયાની હાલત ખરાબ હતી

બધા સમાચાર

+ વધુુ વાંચો