Get App

સોનાની સામે અમેરિકા અને ચીન પણ ઝાંખા! માર્કેટ કેપ ભારતની GDP કરતા 8 ગણું થયું, 1 તોલાનો ભાવ સાંભળીને ચોંકી જશો

સોના-ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડ્યા! સોનાનું માર્કેટ કેપ હવે અમેરિકાની GDP કરતા પણ વધી ગયું છે અને ભારતની ઇકોનોમી કરતા 8 ગણું મોટું છે. જાણો ભારતમાં 10 ગ્રામ સોનાનો અને 1 કિલો ચાંદીનો લેટેસ્ટ ભાવ.

MoneyControl Newsઅપડેટેડ Jan 28, 2026 પર 2:35 PM
સોનાની સામે અમેરિકા અને ચીન પણ ઝાંખા! માર્કેટ કેપ ભારતની GDP કરતા 8 ગણું થયું, 1 તોલાનો ભાવ સાંભળીને ચોંકી જશોસોનાની સામે અમેરિકા અને ચીન પણ ઝાંખા! માર્કેટ કેપ ભારતની GDP કરતા 8 ગણું થયું, 1 તોલાનો ભાવ સાંભળીને ચોંકી જશો
આપણા ભારતની વાત કરીએ તો, ફોર્બ્સના રિપોર્ટ મુજબ ભારતની GDP 4.13 ટ્રિલિયન ડૉલર છે. જેની સરખામણીમાં સોનાનું માર્કેટ કેપ ભારતની અર્થવ્યવસ્થા કરતા લગભગ 8 ગણું વધારે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે સોના અને ચાંદીની તેજી જોઈને મોટા-મોટા અર્થશાસ્ત્રીઓ પણ ચોંકી ગયા છે. અત્યાર સુધી આપણે શેરબજારમાં કંપનીઓના વેલ્યુએશનની વાત કરતા હતા, પરંતુ હવે સોના (Gold) અને ચાંદી (Silver) એ જે હરણફાળ ભરી છે, તેની સામે દુનિયાની મોટી મહાસત્તાઓ પણ વામણી પુરવાર થઈ રહી છે. લેટેસ્ટ આંકડા મુજબ, સોનાનું માર્કેટ કેપ હવે 35 ટ્રિલિયન ડૉલરને પાર કરી ગયું છે.

ભાવ આસમાને: સોનું 5100 ડૉલર અને ચાંદી 108 ડૉલરને પાર

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આગ લાગી છે. એક ઔંશ (આશરે 31.10 ગ્રામ) સોનાનો ભાવ 5100 ડૉલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયો છે. જ્યારે ચાંદી પણ પાછળ નથી, તેનો ભાવ પ્રતિ ઔંશ 108 ડૉલરને ક્રોસ કરી ગયો છે. આ તોતિંગ વધારાને કારણે સોનાનું કુલ માર્કેટ કેપ 35 ટ્રિલિયન ડૉલર અને ચાંદીનું 6 ટ્રિલિયન ડૉલર થઈ ગયું છે.

અમેરિકા અને ચીનની ઇકોનોમી કરતા પણ સોનું મોટું!

બધા સમાચાર

+ વધુુ વાંચો