Get App

આવતા સંવતમાં કઈ એગ્રી કૉમોડિટી પર ફોકસ?

ચાઈનાનું કૉટન આઉટપુટ 6.2 મિલિયન ટન પહોંચવાનો અંદાજ રહેશે. WASDE રિપોર્ટ બાંગ્લાદેશના કપાસના વપરાશમાં નજીવો વધારો દર્શાવે છે. બાંગ્લાદેશમાં તણાવથી ભારત, પાકિસ્તાન અને વિયેતનામને ફાયદો થશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 25, 2024 પર 12:42 PM
આવતા સંવતમાં કઈ એગ્રી કૉમોડિટી પર ફોકસ?આવતા સંવતમાં કઈ એગ્રી કૉમોડિટી પર ફોકસ?
મસાલા પેક માટે આ વર્ષની વાત કરીએ તો જીરાની કિંમતો લગભગ આ વર્ષમાં 50% જેટલી ઘટી ગઇ.

ગઈ દિવાળીથી આ દિવાળી સુધી એગ્રી કૉમોડિટી બજારમાં ઘણી વોલેટાલિટી જોવા મળી, મસાલા પેકની વાત કરીએ તો, એક વર્ષમાં માત્ર ધાણામાં પોઝિટીવ કારોબાર જોવા મળ્યો છે, પણ કૉટનની કિંમતોમાં સારી તેજી જોવા મળી, તેમા પણ કપાસિયા ખોળમાં એક વર્ષમાં આશરે સાડા 12 ટકાથી વધુનું પોઝિટીવ પર્ફોમન્સ રહ્યું, જોકે ગુવાર પેકમાં મિશ્ર કારોબાર નોંધાયો, હવે આ દિવાળીથી આવતી દિવાળી સુધી કઈ એગ્રી કૉમોડિટીમાં છે રોકાણની સારી તક, ક્યાં કરવું ફોકસ અને કઈ બાબતોનું રાખવું ધ્યાન આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરીએ.

એગ્રી કૉમોડિટી અપડેટ

2024-25 માટે 341.5 મિલિયન ટન ખાદ્યાન્ન ઉત્પાદનનો રેકોર્ડ લક્ષ્યાંક છે. ચણાનો 13.7 મિલિયન ટનનો મોટો હિસ્સો છે. કઠોળ ઉત્પાદનનો લક્ષ્યાંક લગભગ 30 મિલિયન ટન છે. ગત વર્ષ કરતા ઘઉંનું ઉત્પાદન 1.5% વધી શકે છે. તેલીબિયાં માટે કેન્દ્રએ 44.75 મિલિયન ટનનો લક્ષ્યાંક રાખ્યો છે. ચોખા માટે કેન્દ્રનું 136.3 મિલિયન ટનનું ઉત્પાદન લક્ષ્ય છે. ગત વર્ષ કરતા મકાઈ ઉત્પાદનનું લક્ષ્ય વધાર્યું. શેરડી માટે, લક્ષ્યાંક 470.0 મિલિયન ટનનો છે.

મસાલા પેકમાં કારોબાર

બધા સમાચાર

+ વધુુ વાંચો