Gold Price Today: દેશમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે વધારો થઈ રહ્યો છે. સોમવાર, 17 ફેબ્રુઆરીના રોજ સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. પણ તે ટકી શક્યું નહીં. બુધવાર, 19 ફેબ્રુઆરીએ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત વધીને 87110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 89000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવા ભાવ શું છે, ચાલો જાણીએ...