Gold Rate Today: સોમવાર, 02 ડિસેમ્બરના સોનાની કિંમતમાં ઘટાડો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ 78,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયા છે. ચંડીગઢ અને જયપુરમાં પણ રેટ આ લેવલ પર છે. મુંબઈમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 77,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. કોટક સિક્યોરિટીઝમાં કમોડિટી અને કરેંસી રિસર્ચના હેડ અનિંદ્ય બનર્જીનું કહેવુ છે કે સોના પર બુલિશ આઉટલુક યથાવત છે. તેની કિંમત MCX પર 77,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વધી શકે છે. દેશના 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત લપસીને ક્યા લેવલ પર આવી ગઈ છે, આવો જાણીએ..