Gold Rate Today: આજે મંગળવાર 25 માર્ચના સોનું સસ્તુ થયુ છે. સોનાના ભાવ પોતાના પીકથી ઘણા નીચે આવી ગયા છે. સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,700 રૂપિયાની ઊપર અને 22 કેરેટ ગોલ્ડ 82,100 રૂપિયાની ઊપર કારોબાર કરી રહ્યા છે. એક કિલોગ્રામ ચાંદીના ભાવ 1,00,900 રૂપિયાના સ્તર પર છે. ચાંદીના ભાવ આજે ફ્લેટ રહ્યા. અહીં જાણો સોના-ચાંદીના 25 માર્ચના ભાવ.