Gold Reserve: સોનાની કિંમતમાં આ વર્ષે 50%થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ વધારાનું મુખ્ય કારણ છે વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની જોરદાર ખરીદી. આ વર્ષે આ બેંકોએ 830 ટનથી વધુ સોનું ખરીદ્યું છે, અને આ આંકડો હજુ વધવાની શક્યતા છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે આ બેંકો 1000 ટનથી વધુ સોનું ખરીદી રહી છે, અને આ વર્ષે પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની આશા છે. આ એક ઐતિહાસિક ઘટના છે, કારણ કે 2010 પહેલાં કેન્દ્રીય બેંકોએ લગાતાર 21 વર્ષ સુધી સોનું વેચ્યું હતું, પરંતુ હવે છેલ્લા 16 વર્ષથી તેઓ સતત ખરીદી કરી રહ્યા છે.

