Get App

Gold-Silver Price Hike: બાપ રે! ચાંદીમાં એક જ દિવસમાં 20,000 રૂપિયાનો ભડકો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ, જાણો આજના નવા ભાવ

Gold-Silver Price Today: આજે બુલિયન માર્કેટમાં ઈતિહાસ રચાયો! ચાંદીના ભાવમાં સીધો 20,000 રૂપિયાનો વધારો અને સોનું 1.60 લાખની નજીક પહોંચ્યું. જાણો ભાવ વધવા પાછળના 2 મોટા કારણો.

MoneyControl Newsઅપડેટેડ Jan 27, 2026 પર 10:57 AM
Gold-Silver Price Hike: બાપ રે! ચાંદીમાં એક જ દિવસમાં 20,000 રૂપિયાનો ભડકો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ, જાણો આજના નવા ભાવGold-Silver Price Hike: બાપ રે! ચાંદીમાં એક જ દિવસમાં 20,000 રૂપિયાનો ભડકો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ, જાણો આજના નવા ભાવ
Gold-Silver Price Today: આજે બુલિયન માર્કેટમાં ઈતિહાસ રચાયો! ચાંદીના ભાવમાં સીધો 20,000 રૂપિયાનો વધારો અને સોનું 1.60 લાખની નજીક પહોંચ્યું.

Gold-Silver Price Hike: શું તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર વાંચીને તમને મોટો ઝટકો લાગી શકે છે. આજે એટલે કે 27 જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય બજાર ખૂલતાંની સાથે જ સોના-ચાંદીના ભાવમાં જે ઉછાળો આવ્યો છે, તેણે રોકાણકારો અને સામાન્ય જનતા બંનેને ચોંકાવી દીધા છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં તો એવી તેજી આવી છે કે જાણે આગ લાગી હોય!

બજાર ખૂલતાં જ હાહાકાર

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલની સીધી અસર આજે ભારતીય બુલિયન માર્કેટ પર જોવા મળી છે. આજે સવારે માર્કેટ ઓપન થતાં જ સોના અને ચાંદીના ભાવે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળતા સોના-ચાંદીની માંગમાં જબરદસ્ત વધારો થયો છે.

જાણો કેટલા વધ્યા ભાવ?

આંકડાઓ પર નજર કરીએ તો આજે બજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે:

ચાંદી (Silver): ચાંદીના ભાવમાં આજે સીધો 6 ટકાનો જંગી વધારો થયો છે. રૂપિયાની દ્રષ્ટિએ જોઈએ તો, 1 કિલો ચાંદીમાં 20,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ સાથે જ 1 કિલો ચાંદીનો ભાવ 3,54,780 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

સોનું (Gold): સોનામાં પણ તેજી યથાવત છે. સોનાના ભાવમાં 1.7 ટકાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાના ભાવમાં સવારે 2300 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો છે, જેના કારણે સોનાનો ભાવ 1,59,820 રૂપિયાની ઐતિહાસિક સપાટી ક્રોસ કરી ગયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો