Get App

Gold- Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે તેજીનો માહોલ! કડાકા બાદ બજારમાં રિકવરી, સોનું 1500 અને ચાંદી 5500 ઉછળ્યું

Gold- Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો! ગઈકાલના કડાકા બાદ આજે સોનામાં 1500 અને ચાંદીમાં 5500 થી વધુની તેજી જોવા મળી છે. જાણો આજના લેટેસ્ટ ભાવ અને માર્કેટની સંપૂર્ણ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Feb 13, 2026 પર 10:21 AM
Gold- Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે તેજીનો માહોલ! કડાકા બાદ બજારમાં રિકવરી, સોનું 1500 અને ચાંદી 5500 ઉછળ્યુંGold- Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે તેજીનો માહોલ! કડાકા બાદ બજારમાં રિકવરી, સોનું 1500 અને ચાંદી 5500 ઉછળ્યું
Gold- Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો!

Gold-Silver Price Update: ભારતીય કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે આજે સારા સમાચાર આવ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજીનો પવન ફૂંકાયો છે. ગઈકાલે મોડી રાત્રે બજારમાં જે મોટો કડાકો બોલી ગયો હતો, તેના આઘાતમાંથી બજાર બહાર આવ્યું છે અને આજે માર્કેટ ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

ગઈકાલના ટ્રેડિંગ સેશન દરમિયાન વાયદા બજારમાં અચાનક ગભરાટ ફેલાયો હતો અને ભાવ તળિયે બેસી ગયા હતા, પરંતુ આજે સવારથી જ બજારમાં ફરી 'હરિયાળી' જોવા મળી રહી છે. ચાલો જાણીએ આજે સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ અને બજારની ચાલ.

સોનાના ભાવમાં શાનદાર રિકવરી

સોનાના રોકાણકારો માટે આજનો દિવસ રાહત લઈને આવ્યો છે. આજે MCX પર સોનાની શરૂઆત તેજી સાથે થઈ હતી.

આજે સોનું 153750 ના લેવલ પર ખુલ્યું હતું. આ ભાવ તેના જૂના ક્લોઝિંગ 152836 કરતા 940 રૂપિયા વધારે હતો. માર્કેટ ખુલ્યાની થોડી જ વારમાં સોનામાં લેવાલી નીકળતા તે 154837 ના હાઈ લેવલ પર પહોંચી ગયું હતું. આજના આ હાઈ લેવલ પર નજર કરીએ તો સોનામાં લગભગ 2001 રૂપિયાનો ઉછાળો નોંધાયો હતો. છેલ્લા સમાચાર મળ્યા મુજબ, સોનું 1565 રૂપિયા એટલે કે લગભગ 1 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

ગઈકાલે શું થયું હતું?

ગઈકાલની વાત કરીએ તો સોનું 158000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું, પરંતુ અચાનક આવેલા કડાકાને કારણે ભાવ ગગડીને સીધા 149938 સુધી પહોંચી ગયા હતા. આ અચાનક ઘટાડાથી રોકાણકારોમાં ભયનો માહોલ હતો, પરંતુ આજે ફરી ભાવ 154837ના સ્તરે પહોંચતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો