Get App

Gold- Silver Price Today: ચાંદી આજે 2700 અને સોનું 1000 તૂટ્યું, જાણો આજના લેટેસ્ટ ભાવમાં થયેલો મોટો ઘટાડો

Gold- Silver Price Today: ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે કડાકો બોલ્યો છે. સોનાના ભાવમાં 1000 અને ચાંદીમાં 2700 સુધીનું ગાબડું પડતા રોકાણકારો ચિંતામાં મુકાયા છે. જાણો MCX પર સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ અને ઘટાડાની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Feb 12, 2026 પર 10:12 AM
Gold- Silver Price Today: ચાંદી આજે 2700 અને સોનું 1000 તૂટ્યું, જાણો આજના લેટેસ્ટ ભાવમાં થયેલો મોટો ઘટાડોGold- Silver Price Today: ચાંદી આજે 2700 અને સોનું 1000 તૂટ્યું, જાણો આજના લેટેસ્ટ ભાવમાં થયેલો મોટો ઘટાડો
Gold- Silver Price Today: ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે કડાકો બોલ્યો છે.

Gold- Silver Price Today: ભારતીય વાયદા બજાર (MCX)માં થોડા દિવસોની તેજી બાદ આજે ફરી એકવાર મંદીનું મોજું ફરી વળ્યું છે. આજે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સોના અને ચાંદી બંનેના ભાવ અચાનક ગગડતા રોકાણકારોમાં ફાળ પડી ગઈ છે. વાયદા બજારમાં આજે ભારે વોલેટિલિટી જોવા મળી હતી અને બજાર સાઈડ વે રહ્યું હતું.

સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો

સૌ પ્રથમ વાત કરીએ સોનાની, તો આજે પીળી ધાતુની ચમક ફીકી પડી છે. MCX પર સોનાનો જે જૂનો બંધ ભાવ (Previous Close) 1,58,755.00 હતો, તેની સામે આજે માર્કેટ ગેપ ડાઉન સાથે એટલે કે 1,58,000.00 ના ભાવે ખુલ્યું હતું.

સમાચાર લખાય છે ત્યાં સુધીમાં સોનામાં 884.00 (-0.56%) નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. દિવસ દરમિયાન સોનામાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સોનાએ દિવસની હાઈ સપાટી 1,58,173.00 બનાવી હતી, જ્યારે નીચી સપાટી 1,57,701.00 સુધી પહોંચી ગઈ હતી. જો ગણતરી કરીએ તો, આજના લો અને કાલના બંધ ભાવ વચ્ચે સોનું લગભગ 1054 રૂપિયા તૂટ્યું હતું. જોકે, દિવસના અંતે તેમાં થોડી રિકવરી પણ જોવા મળી હતી.

ચાંદીમાં સોના કરતાં પણ મોટું ગાબડું

બીજી બાજુ ચાંદીના રોકાણકારો માટે પણ આજના સમાચાર નિરાશાજનક છે. સોનાની સરખામણીએ ચાંદીમાં વધુ મોટો ઘટાડો નોંધાયો છે. આ લખાય છે ત્યારે ચાંદીમાં 2,705.00 (-1.03%) જેટલો તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ચાંદીનો અગાઉનો બંધ ભાવ 2,63,018.00 હતો, જેની સામે આજે બજાર સીધું 2,61,361.00 પર ખુલ્યું હતું. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદીએ 2,61,924.00 નો હાઈ અને 2,60,251.00 નો લો બનાવ્યો હતો. આંકડાકીય રીતે જોઈએ તો, કાલના બંધ ભાવ અને આજના લૉ (Low) પ્રાઈસ વચ્ચેનો તફાવત જોઈએ તો ચાંદીમાં કુલ 2767 રૂપિયાનું મોટું ગાબડું પડ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો