Crude Oil: ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે રશિયા તરફથી સપ્લાય વધવાથી ભારત રશિયાથી ક્રૂડ ઓઇલ સપ્લાયમાં સતત વધારો કરી રહ્યું છે. જોકે, હવે અમેરિકાએ રશિયા સાથે વ્યવહાર કરતા દેશો પર કડક કાર્યવાહી કરવાની વાત કરી છે, જેના કારણે આ સપ્લાય પર અસર થવાની શક્યતા ઉભી થઈ છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે જો મોસ્કો 50 દિવસની અંદર યુક્રેન સાથે શાંતિ વાટાઘાટો નહીં કરે તો રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.

