Crude Oil: સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ, જાન્યુઆરીમાં ભારતની ક્રૂડ ઓઇલની આયાત માસિક ધોરણે 3.2 ટકા વધીને 20.85 મિલિયન મેટ્રિક ટન થઈ છે, જે મે ૨૦૨૪ પછી સૌથી વધુ છે. ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર અને ગ્રાહક દેશ છે અને આ આંકડો દેશની તેલ માંગ દર્શાવે છે.