Multibagger stocks: યૂનિફી કેપિટલના ફાઉન્ડર મારન ગોવિંદસામીએ રોકાણકારો માટે એક મહત્વની સલાહ આપી છે. તેમનું માનવું છે કે આવનારા સમયમાં મલ્ટિબેગર સ્ટૉક્સ એવા સેક્ટર્સમાંથી ઉભરી આવશે, જે હાલમાં શેરબજારમાં ઓછું ધ્યાન ખેંચે છે. આ સેક્ટર્સમાં ટૂરિઝમ, હૉસ્પિટાલિટી, હેલ્થકેર, એન્ટરટેઇનમેન્ટ અને હોમ ઇમ્પ્રૂવમેન્ટનો સમાવેશ થાય છે. આર્થિક વૃદ્ધિના મોટા હિસ્સા હોવા છતાં આ સેક્ટર્સનું શેરબજારમાં પ્રતિનિધિત્વ હજુ ઓછું છે.

