Get App

ડુંગળીના ભાવથી ગભરાવાની જરૂર નથી, કેન્દ્ર સરકાર આજથી દિલ્હીમાં 35ના કિલોના ભાવે ડુંગળી વેચશે

ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્ર સરકારે લોકોને મોટી રાહત આપી છે. તહેવારોની સિઝનમાં દેશમાં ડુંગળીની કોઈ અછત નહીં સર્જાય. આજથી દિલ્હીમાં માત્ર ₹35 પ્રતિ કિલોના ભાવે ડુંગળી મળશે.

MoneyControl Newsઅપડેટેડ Aug 27, 2026 પર 1:48 PM
ડુંગળીના ભાવથી ગભરાવાની જરૂર નથી, કેન્દ્ર સરકાર આજથી દિલ્હીમાં 35ના કિલોના ભાવે ડુંગળી વેચશેડુંગળીના ભાવથી ગભરાવાની જરૂર નથી, કેન્દ્ર સરકાર આજથી દિલ્હીમાં 35ના કિલોના ભાવે ડુંગળી વેચશે
માત્ર દિલ્હી જ નહીં, પરંતુ સરકાર દેશના અન્ય ભાગોમાં પણ સસ્તી ડુંગળી પહોંચાડી રહી છે. જેમાં ચેન્નઈ, કોલકાતા, એર્નાકુલમ, ગુવાહાટી, વારાણસી, લખનૌ, પટના, ચંદીગઢ, જમ્મુ અને અમૃતસર જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે.

Onion Price Hike : જો ડુંગળીના વધતા ભાવોએ તમારા ઘરના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું હોય, તો તમારા માટે કેન્દ્ર સરકાર તરફથી એક સારા સમાચાર છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડુંગળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી લોકોએ ગભરાવાની કોઈ જ જરૂર નથી. આગામી તહેવારોની સિઝનમાં પણ બજારમાં ડુંગળીની કોઈ અછત નહીં વર્તાય. વધતા ભાવોને કાબૂમાં લેવા માટે સરકારે પોતાના બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે.

બુધવારે દેશમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ લગભગ 46.74 પ્રતિ કિલો નોંધાયો હતો. આ આંકડો ગયા મહિનાની સરખામણીમાં 35 ટકા અને ગયા વર્ષની સરખામણીમાં 63 ટકા વધુ છે. આ વધારા વચ્ચે સરકારે ખાતરી આપી છે કે તહેવારોમાં માંગ વધવાને કારણે થોડો ભાવવધારો સામાન્ય છે, છતાં સરકાર બજારની સ્થિતિ પર સતત બાજ નજર રાખી રહી છે.

દિલ્હીમાં આજથી માત્ર 35 ના ભાવે મળશે ડુંગળી

દિલ્હીના ગ્રાહકોને તાત્કાલિક રાહત આપવા માટે સરકારે બફર સ્ટોકમાંથી માત્ર 35 પ્રતિ કિલોના ભાવે છૂટક ડુંગળીનું વેચાણ શરૂ કરી દીધું છે. સામાન્ય જનતા આ સસ્તી ડુંગળી નીચે મુજબના સ્થળોએથી ખરીદી શકશે. NCCFના 90 રિટેલ આઉટલેટ અને 40 મોબાઈલ વાન. NAFED ના 13 આઉટલેટ અને 50 મોબાઈલ વાન. દિલ્હીમાં આવેલા લગભગ 100 'કેન્દ્રીય ભંડાર' આઉટલેટ્સ. આ ઉપરાંત 'સફલ' મારફતે પણ સસ્તી ડુંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

નાસિકથી 450 ટન ડુંગળી લઈને દિલ્હી આવી રહી છે 'કાંદા એક્સપ્રેસ'

દિલ્હીમાં ડુંગળીનો પુરવઠો જાળવી રાખવા માટે સરકારે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લાસલગાંવથી એક ખાસ માલગાડી 'કાંદા એક્સપ્રેસ' રવાના કરી છે. એશિયાની સૌથી મોટી ડુંગળીની મંડી ગણાતા લાસલગાંવથી બુધવારે બપોરે 21 ડબ્બાવાળી આ ટ્રેન 450 મેટ્રિક ટન ડુંગળી લઈને દિલ્હીના આદર્શ નગર સ્ટેશન પહોંચવા નીકળી છે. (નોંધનીય છે કે, શરૂઆતમાં 840 મેટ્રિક ટન મોકલવાનું આયોજન હતું, પણ પેકિંગ મોડું થવાથી હાલ 450 ટન ડુંગળી રવાના કરાઈ છે).

દેશના અન્ય મોટા શહેરોમાં પણ પહોંચશે સરકારી ડુંગળી

બધા સમાચાર

+ વધુુ વાંચો