Get App

Onion Price: ડુંગળી ટૂંક સમયમાં થશે સસ્તી, ગ્રાહક બાબતોના અધિકારીએ આપ્યું આ મોટું અપડેટ

સરકાર પાસે 4.5 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે, જેમાંથી અત્યાર સુધીમાં 1.5 લાખ ટનનું વેચાણ થયું છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, પ્રથમ વખત બફર સ્ટોક ડુંગળીને રેલવે દ્વારા મોટા ઉપભોક્તા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવી રહી છે અને તેનાથી સપ્લાય વધારવામાં મદદ મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 14, 2024 પર 2:11 PM
Onion Price: ડુંગળી ટૂંક સમયમાં થશે સસ્તી, ગ્રાહક બાબતોના અધિકારીએ આપ્યું આ મોટું અપડેટOnion Price: ડુંગળી ટૂંક સમયમાં થશે સસ્તી, ગ્રાહક બાબતોના અધિકારીએ આપ્યું આ મોટું અપડેટ
સરકાર પાસે 4.5 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે, જેમાંથી અત્યાર સુધીમાં 1.5 લાખ ટનનું વેચાણ થયું છે.

Onion Price: ગ્રાહક બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. અધિકારીએ જણાવ્યું કે નવા ખરીફ પાકનું આગમન શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે હાલમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત રુપિયા 54 પ્રતિ કિલો છે અને સરકાર દ્વારા મુખ્ય ગ્રાહક કેન્દ્રો પર સબસિડીવાળી ડુંગળીના વેચાણને પગલે છેલ્લા એક મહિનામાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. મોંઘવારીથી ગ્રાહકોને રાહત આપવા માટે, સરકાર દિલ્હી-એનસીઆર અને અન્ય શહેરોમાં પ્રતિ કિલો રુપિયા 35ના રાહત દરે છૂટક બજારમાં બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ કરી રહી છે.

સરકાર પાસે 4.5 લાખ ટનનો બફર સ્ટોક

સરકાર પાસે 4.5 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે, જેમાંથી અત્યાર સુધીમાં 1.5 લાખ ટનનું વેચાણ થયું છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, પ્રથમ વખત બફર સ્ટોક ડુંગળીને રેલવે દ્વારા મોટા ઉપભોક્તા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવી રહી છે અને તેનાથી સપ્લાય વધારવામાં મદદ મળી રહી છે. "જ્યાં સુધી સ્ટોક ખતમ ન થાય અને ભાવ સ્થિર ન થાય ત્યાં સુધી સરકાર ડુંગળીના બફર સ્ટોકનું રેલ્વે દ્વારા પરિવહન કરવાનું ચાલુ રાખશે," અધિકારીએ જણાવ્યું હતું.

માલગાડીઓની મદદથી 4,850 ટન ડુંગળીની સપ્લાય કરવામાં આવી

બધા સમાચાર

+ વધુુ વાંચો