RBI Gold Purchase: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)એ જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં વિશ્વભરની કેન્દ્રીય બેન્કોએ 60 ટન સોનું ખરીદ્યું હતું, જેમાં ભારતીય રિઝર્વ બેન્ક (RBI) 27 ટન સોનું ખરીદીને મોખરે હતી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના માસિક અહેવાલના આધારે આ WGC ડેટા અનુસાર, ભારતે ઓક્ટોબર મહિનામાં તેના સોનાના ભંડારમાં 27 ટનનો વધારો કર્યો છે, જે આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં તેની કુલ સોનાની ખરીદીને 77 ટન પર લઈ ગયો છે.