Rupee VS Dollar: ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ત્રણ દેશો પર ટેરિફ લગાવાની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી રહ્યો છે. સપ્તાહના પહેલા કારોબારી સેશનમાં ડોલર સામે રૂપિયામાં ઘટાડો નોંધાયો. સોમવારે રૂપિયા રેકોર્ડ નીચલા સ્તરે ખુલ્યો. ડોલર સામે રૂપિયો 42 પૈસા નબળો થઈ 87 રૂપિયા પ્રતિ ડોલર પાર પહોંચ્યો. રૂપિયામાં લગભગ અડધા ટકાનો ઘટાડો નોંધાયો. માત્ર રૂપિયો જ નહીં, અન્ય એશિયાઈ કરન્સી પણ આજે ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે.