Crude Oil Price Today: કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં કાચા તેલમાં 4.50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. બ્રેન્ટની કિંમત 43 ડૉલરની નીચે સરકી ગઈ છે જ્યારે WTIની કિંમત 69 ડૉલરની નીચે આવી ગઈ છે. ઈઝરાયેલે ઈરાનના સૈન્ય મથકો પર હુમલો કર્યો છે. ઈઝરાયેલના 100 ફાઈટર પ્લેન્સે હુમલો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે ઈઝરાયેલના હુમલાથી થોડું નુકસાન થયું છે. અમે અમારી સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. અમે પ્રાદેશિક શાંતિ પ્રત્યેની અમારી જવાબદારી પણ સમજીએ છીએ.