Silver Price Today: ભારતીય વાયદા બજાર એટલે કે MCX પર 19 જાન્યુઆરી, 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાયો છે. આજે બજારમાં જે થયું તે પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. ચાંદીના ભાવે એક મોટો ચમત્કાર સર્જીને પ્રથમ વખત પ્રતિ કિલોગ્રામ 3 લાખનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. માત્ર ચાંદી જ નહીં, સોનામાં પણ તોફાની તેજી જોવા મળી છે અને ભાવ આસમાને પહોંચ્યા છે. વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા મજબૂત સંકેતો અને રોકાણકારો દ્વારા થઈ રહેલી જોરદાર ખરીદીને કારણે બુલિયન માર્કેટમાં આ ઐતિહાસિક તેજી જોવા મળી છે.

