Get App

ખાંડના ભાવ પહોંચ્યા આસમાને: સુગર મિલોને થશે જંગી ફાયદો, જાણો કયા શેરમાં છે કમાણીની મોટી તક?

ખાંડના ભાવ 50 રૂપિયાની પાર પહોંચતા સુગર મિલોના નફામાં જંગી ઉછાળાની શક્યતા. બલરામપુર ચીની સહિતના સુગર શેરોમાં 16% નો ઉછાળો. જાણો માર્કેટ એક્સપર્ટની લેટેસ્ટ સલાહ.

MoneyControl Newsઅપડેટેડ Aug 20, 2026 પર 5:04 PM
ખાંડના ભાવ પહોંચ્યા આસમાને: સુગર મિલોને થશે જંગી ફાયદો, જાણો કયા શેરમાં છે કમાણીની મોટી તક?ખાંડના ભાવ પહોંચ્યા આસમાને: સુગર મિલોને થશે જંગી ફાયદો, જાણો કયા શેરમાં છે કમાણીની મોટી તક?
ખાંડના ભાવ વધતા શેરબજારમાં સુગર સેક્ટરના શેરોમાં ભારે લેવાલી જોવા મળી છે. છેલ્લા અઠવાડિયામાં જ બલરામપુર ચીની, ધામપુર સુગર અને ત્રિવેણી એન્જિનિયરિંગના શેરોમાં લગભગ 16% નો મોટો ઉછાળો નોંધાયો છે.

Sugar Companies: આજના સમયમાં ખાંડના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય લોકોને ભલે થોડી મુશ્કેલી પડે, પરંતુ શેરબજારના રોકાણકારો અને સુગર મિલો માટે આ એક ગોલ્ડન તક સાબિત થઈ રહી છે. જાણીતી બ્રોકરેજ ફર્મ એલારા સિક્યોરિટીઝના મતે, ચાલુ નાણાકીય વર્ષમાં સુગર મિલોના નફામાં જબરદસ્ત ઉછાળો આવવાની પૂરી સંભાવના છે.

ખાંડના ભાવ કેમ આટલા વધ્યા?

માર્કેટમાં હાલમાં ખાંડની અછત અને સપ્લાયની ચિંતાઓને કારણે ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે.આ ક્વાર્ટરમાં ખાંડના ભાવ 41-42 રૂપિયા પ્રતિ કિલોથી ઉછળીને 50 રૂપિયાની પાર પહોંચી ગયા છે અને રોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. નવી સીઝન માટે શેરડીનું પિલાણ સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાથી શરૂ થાય છે, પરંતુ નવા ઉત્પાદનનો કોઈ સ્પષ્ટ અંદાજ ન હોવાથી સપ્લાયની કમી વર્તાઈ રહી છે. બજારમાં ઇન્વેન્ટરી નોર્મલ થવામાં હજુ ઘણો સમય લાગી શકે છે.

સુગર શેરોમાં ભારી તેજી

ખાંડના ભાવ વધતા શેરબજારમાં સુગર સેક્ટરના શેરોમાં ભારે લેવાલી જોવા મળી છે. છેલ્લા અઠવાડિયામાં જ બલરામપુર ચીની, ધામપુર સુગર અને ત્રિવેણી એન્જિનિયરિંગના શેરોમાં લગભગ 16% નો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત EID પેરીના શેરમાં પણ શાનદાર તેજી જોવા મળી છે.

એક્સપર્ટ્સનું શું કહેવું છે?

એલારા સિક્યોરિટીઝના ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના VP પ્રશાંત બિયાનીના જણાવ્યા અનુસાર,,,સુગર મિલોનો ઉત્પાદન ખર્ચ અત્યારે એકદમ મર્યાદિત છે. આથી ખાંડના વધેલા ભાવનો સીધો ફાયદો તેમના ઓપરેટિંગ પ્રોફિટ (નફા) માં દેખાશે. યુપી હોય કે મહારાષ્ટ્ર, દેશની તમામ સુગર મિલોને બીજા ક્વાર્ટર અને બાકીના નાણાકીય વર્ષમાં જંગી ફાયદો થશે. FY27 માટે બ્રોકરેજ ફર્મે ખાંડના વેચાણથી થતી કમાણી (રિયલાઈઝેશન) 45-47 રૂપિયા પ્રતિ કિલો માની છે. જો બજારમાં આ તેજી ચાલુ રહેશે તો કંપનીઓની કમાણીના અંદાજ હજુ પણ વધારી શકાશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો